Wednesday 15 June 2016

Nostalgia 2


આર.ડી.બર્મનનું
early 80's નું કોઇ
આહ્લાદક ગીત સાંભળુ છું ત્યારે
હું મારા વતનનાં,
મારા ઘરનાં ઝરુખામાં
જઇને ઉભો રહી જાઉં છું !
અને મુશળધાર વરસતાં વરસાદને નિહાળતો
એક સ્વપ્નીલ સૃષ્ટિમાં ખોવાઇ જઉં છું..

ગીત પુરુ થતાં જ..
અનાયાસ
ફરી ground floor પર આવી જઉં છું !
જે સુરતમાં છે...
ત્યાં કોઇ વરસાદ નથી
ફક્ત તાપ છે
ને બફારો છે..

1 comment:

  1. આર.ડી.નાં ગીતો જેવા કે "જબ હમ જવાં હોંગે", "અગર તુમ ન હોતે", "તુ તુ હૈ વહી" વગેરે મારા બચપણની યાદો સાથે પ્રગાઢ સંકળાયેલા છે..ઝરુખામાં ઉભા રહી વરસાદ જોતાં જોતાં રેડીયો પર વાગતાં આ ગીતો મારા કાનમાં એ રીતે ગયા છે કે આજે જ્યારે પણ આર.ડી.નાં early 80s ની આસપાસનાં ગીતો સાંભળું છું ત્યારે ફરી એ બાળપણનો દીવ્ય વરસાદી માહોલ સાક્ષાત થાય છે !

    ....પછી વરસાદો તો ઘણા જોયા...પણ સાવ કોરાકટ !!

    ReplyDelete