Sunday, 28 February 2016

આરપાર નું છે


શીડ્યુલ વહેલી સવાર નું છે
ને  ઉઠવું  ગજા  બહાર નું છે

બે ઘડ઼ી જંપવાએ  દેતું નથી
આ જીવન કેવા પ્રકાર નું છે 

સન્ડે હજુ તો સુર્યાસ્તે છે; ત્યાં
ટેન્શન  સોમલી સવાર નું છે 

મબલક મની ના શમણાંઓ
ને વળગણ શેર બજાર નું છે

હજાર ચટાકા જીભે છે,પણ
ભાગ માં શાક  ગુવાર નું છે 

ટીવી ગીતો ની મજા મરી ગૈ 
સ્મરણ હજુ ચિત્રહાર નું છે 

રોજ વીજળીનો કાપ છે; જ્યાં
કારખાનું વીજળી ના તાર નું છે 

ન ગુણનું છે ન આકાર નું છે 
મહત્ત્વ પૈ ના ગુણાકાર નું છે  

કવિતા કર્યે કદી કાર મળે ના
ભાગ્ય એવુ કવિતાકાર નું છે 

લાલ ધબ્બુ કોઇનાં પ્યાર નું છે  
જાંબલી ધબ્બુ તે મૂઢમાર નું છે 

ઇસીજી ની લિપિએ જ વંચાશે
જે કાવ્ય જીગર ફ઼ીગાર નું છે

Sunday, 21 February 2016

નિરાંત છે હમણા !


ખુબ જ નિરાંત છે
તમે નથી...તો હાલ
કેવી મસ્ત નિરાંત છે !
કોઇ બીજુ...ક્યાઁ હવે નવરું છે
કાંકરીચાળો કરવા આ જળ માં
એક મોજીલો દરીયો
એક અરસા થી પ્રશાંત છે
કેવી અદભુત નિરાંત છે !
એક તમને જોઈને...ચડતી હિલોળે
ઊર્મિઓ હજાર આ હ્રદય માં
હવે અહલ્યા સમ
નિર્જીવ આ ખડક માં
કોઈ સ્પંદન નથી...સંવેદન નથી
ન હરખ ની અનુભૂતિ ન કલ્પાંત છે
કેવી સંગીન નિરાંત છે !
ક્યાં લગી ચાલતું હશે
એક અસાર અને મ્લાન શ્વસન
કોઈ શરીર માં...જીવ ગયા પછી !
તમે લઇ ગયા સાથે જે દેહ કેરો જીવ
એ તો નિશ્ચેત છે ત્યાર થી
મૃત હજુ જાહેર થયો નથી
સદેહે અનોખો આ દેહાંત છે
કેવી અનોખી નિરાંત છે !
તમે નથી...તો હાલ
કેવી અજબ નિરાંત છે !
खुब ज निरांत छे
तमे नथी...तो हाल
केवी मस्त निरांत छे !
कोई बीजु...क्यां हवे नवरु छे
कांकरी चाळो करवा आ जळ मां
एक मोजीलो दरीयो
एक अरसा थी प्रशांत छे
केवी अद्भुत निरांत छे !
एक तमने जोई ने...चड़ती हिलोळे
ऊर्मिओ हजार आ ह्रदय मां
हवे अहल्या सम
निर्जीव आ खड़क मां
कोई स्पंदन नथी...संवेदन नथी
न हरख नी अनुभूति न कल्पांत छे
केवी संगीन निरांत छे !
क्यां लगी चालतु हशे
एक असार अने म्लान श्वसन
कोई शरीर मां...जीव गया पछी !
तमे लई गया साथे जे देह केरो जीव
ए तो निष्चेत छे त्यार थी
मृत हजु जाहेर थयो नथी
सदेहे अनोखो आ देहांत छे
केवी अनोखी निरांत छे !
तमे नथी...तो हाल
केवी अजब निरांत छे !

Wednesday, 17 February 2016

मैं सोया अँखियाँ मींचे


कभी किसी को क्षमा देना
तो मुझे आता नहीं था
और वीर भी बनना था
फीर एक नया सुभाषित :
'आलस्य वीरस्य भूषणम्'
मैंने ख़ुद बना लिया
और वीर बन गया !
स्कूल में दोस्तों ने भी
यही तो सीखाया था :
आज करे सो कल कर
कल करे सो परसो...
ये मुझे बड़ा अनुकूल लगा
और मैं हुशियार भी बहुत था
आगे दो लाइनें अपनी जोड़ दी :
परसो करे सो कभी मत कर
अभी सो जा कुछ अभी मत कर !
बड़े लोगो की सीख भी
मैंने इस तरह दिमाग में उतारी
कि दिल को तसल्ली हो
और आत्मा को सुकून मिले
जैसे चाचा नेहरु का उपदेश :
'आराम ही राम है'
मैं बस आराम करता रहा
आलस्याभूषण पहनकर
विश्राम करता रहा....
इसी विश्रान्ति में ये ख़बर न रही
जो लड़की बहुत पसंद थी
उसकी कब शादी हो गई !
सोते सोते गुज़र गई रात रे
दिन भी पलक झपक निकल गये
अवसरों से लदे जहाज गुज़र गये
दूर से अपनी चमक दिखाकर
हीरा पन्ना ओ पुखराज गुज़र गये
क्युँ कि सोने से ज़्यादा
मुझे सोने में दिलचस्पी थी
कभी मैंने ईश्वर से मांगा भी यही होगा :
नींद से मेरा दामन भर दे या अल्लाह
फीर चाहे दिन आधा कर दे या अल्लाह ||