Tuesday 23 October 2018

મદિરાભિસરણ

લીલા તમામ તર્ક તપાવી શકાય છે
શબ્દાલુઓનો ઘાણ ઉતારી શકાય છે.
કાંટાઓની મનોસ્થિતિ પામી જવી પ્રથમ
ફૂલો સુધી જવાય તો મ્હેંકી શકાય છે.
બહુ તીવ્ર થાય તો મદિરાભિસરણ થકી
હોશો હવાસની સ્થિતિ પલ્ટી શકાય છે.
જળમાં હવામાં બહુ બખિયા લઇ સમજ ઉગી
રે ! પાટલૂન ખુદનું જ સાંધી શકાય છે.
ગોથે ચડી ફસાય ઘણે દૂર તે અગાઉ
હુંકારવી પતંગ ઉતારી શકાય છે.
== જિજ્ઞેશ કોટડીયા