ખુબ જ નિરાંત છે
તમે નથી...તો હાલ
કેવી મસ્ત નિરાંત છે !
કોઇ બીજુ...ક્યાઁ હવે નવરું છે
કાંકરીચાળો કરવા આ જળમાં
એક મોજીલો દરીયો
એક અરસાથી પ્રશાંત છે
કેવી અદભુત નિરાંત છે !
એક તમને જોઈને...ચડતી હિલોળે
ઊર્મિઓ હજાર આ હ્રદયમાં
હવે અહલ્યા સમ
નિર્જીવ આ ખડકમાં
કોઈ સ્પંદન નથી...સંવેદન નથી
ન હરખની અનુભૂતિ ન કલ્પાંત છે
કેવી સંગીન નિરાંત છે !
ક્યાં લગી ચાલતું હશે
એક અસાર અને મ્લાન શ્વસન
કોઈ શરીરમાં...જીવ ગયા પછી !
તમે લઇ ગયા સાથે જે દેહ કેરો જીવ
એ તો નિશ્ચેત છે ત્યારથી
મૃત હજુ જાહેર થયો નથી
સદેહે અનોખો આ દેહાંત છે
કેવી અનોખી નિરાંત છે !
તમે નથી...તો હાલ
खुब ज निरांत छेतमे नथी...तो हाल
केवी मस्त निरांत छे !
कोई बीजु...क्यां हवे नवरु छे
कांकरी चाळो करवा आ जळ मां
एक मोजीलो दरीयो
एक अरसा थी प्रशांत छे
केवी अद्भुत निरांत छे !
एक तमने जोई ने...चड़ती हिलोळे
ऊर्मिओ हजार आ ह्रदय मां
हवे अहल्या सम
निर्जीव आ खड़क मां
कोई स्पंदन नथी...संवेदन नथी
न हरख नी अनुभूति न कल्पांत छे
केवी संगीन निरांत छे !
क्यां लगी चालतु हशे
एक असार अने म्लान श्वसन
कोई शरीर मां...जीव गया पछी !
तमे लई गया साथे जे देह केरो जीव
ए तो निष्चेत छे त्यार थी
मृत हजु जाहेर थयो नथी
सदेहे अनोखो आ देहांत छे
केवी अनोखी निरांत छे !
तमे नथी...तो हाल
केवी मस्त निरांत छे !