તારી તો કેવી રુપાળી છે જીન્દગી
તું મુજમાં કાં અટવાણી
હું નથી અમૃત ઘાયલ કે નથી
બરકત વીરાણી
શું ઉકાળવાનો કલમથી
લીટા તાણી
આમાં નથી પઇની
કમાણી
તેલ વગરની
ઘાણી
પ્રાણી
હુઁ ભાગળનું
તું રાણી
વિચાર આગળનું
મળશે પાણી
સંગ કોરું પરાઠું કાગળનું
બનશે રાજરાણી
પછી ગાડું તે જ લાગશે ગળનું
ભરી લાવશે કો'અદાણી
કે અંબાણી, મઢેલું સોનેરી કાગળનું
પ્રેમ
કર્યો છે તને
મેં એમ
ચંદ્રને જોઇ ગગને
ચકોરી જેમ
વલખે; મોર દેખી થનગને
ઢેલનું અંતર જેમ
વ્હાલા મારા મયુરનાં રંગો મને
શાને જાગ્યો તને વહેમ
ચળકાટ દ્રવ્યનો ખુશી દઇ જશે મને
સુખાકારી મારી તો કેવળ ચિત્ર તારું
સદા રહેશે જેમ નું તેમ
મારા અંતરપટે તારુ ઉજિયારું
છો ને હો બેરહેમ
નભ; નિમ્ન ના વિચારું
મારી છે નેમ
તવ સુમુખ પ્યારું
હો ક્ષેમ
એ જ મારું
હેમ
તારી તો કેવી રુપાળી છે જીન્દગી પ્રેમ
તું મુજમાં કાં અટવાણી કર્યો છે તને
હુઁ નથી અમૃત ઘાયલ કે નથી મેં એમ
બરકત વીરાણી ચંદ્રને જોઇ ગગને
શું ઉકાળવાનો કલમથી ચકોરી જેમ
લીટા તાણી વલખે; મોર દેખી થનગને
આમાં નથી પઇની ઢેલનું અંતર જેમ
કમાણી વ્હાલા મારા મયુરનાં રંગો મને
તેલ વગરની શાને જાગ્યો તને વહેમ
ઘાણી ચળકાટ દ્રવ્યનો ખુશી દઇ જશે મને
પ્રાણી સુખાકારી મારી તો કેવળ ચિત્ર તારું
હુઁ ભાગળનું સદા રહેશે જેમ નું તેમ
તું રાણી મારા અંતરપટે તારુ ઉજિયારું
વિચાર આગળનું છો ને હો બેરહેમ
મળશે પાણી નભ; નિમ્ન ના વિચારું
સંગ કોરું પરાઠું કાગળનું મારી છે નેમ
બનશે રાજરાણી તવ સુમુખ પ્યારું
પછી ગાડું તે જ લાગશે ગળનું હો ક્ષેમ
ભરી લાવશે કો'અદાણી એ જ મારું
કે અંબાણી, મઢેલું સોનેરી કાગળનું હેમ