Tuesday, 29 March 2016

હેમ : પૂરક કાવ્ય ૧


તારી તો કેવી રુપાળી છે જીન્દગી             
તું મુજમાં કાં અટવાણી                                
હું નથી અમૃત‌ ઘાયલ કે નથી 
બરકત વીરાણી 
શું ઉકાળવાનો કલમથી 
લીટા તાણી  
આમાં નથી પઇની
કમાણી  
તેલ વગરની 
ઘાણી 
પ્રાણી 
હુઁ ભાગળનું 
તું રાણી 
વિચાર આગળનું 
મળશે પાણી 
સંગ કોરું પરાઠું કાગળનું  
બનશે રાજરાણી 
પછી ગાડું તે જ લાગશે ગળનું  
ભરી લાવશે કો'અદાણી 
કે અંબાણી, મઢેલું સોનેરી કાગળનું  


પ્રેમ 
કર્યો છે તને 
મેં એમ  
ચંદ્રને જોઇ ગગને 
ચકોરી જેમ 
વલખે; મોર દેખી થનગને 
ઢેલનું અંતર જેમ  
વ્હાલા મારા મયુરનાં રંગો મને 
શાને જાગ્યો તને વહેમ
ચળકાટ દ્રવ્યનો ખુશી દઇ જશે મને   
સુખાકારી મારી તો કેવળ ચિત્ર તારું
સદા રહેશે જેમ નું તેમ 
મારા અંતરપટે તારુ ઉજિયારું
છો ને હો બેરહેમ 
નભ; નિમ્ન ના વિચારું
મારી છે નેમ
તવ સુમુખ પ્યારું
હો ક્ષેમ  
એ જ મારું
હેમ  


તારી તો કેવી રુપાળી છે જીન્દગી                   પ્રેમ 
તું મુજમાં કાં અટવાણી                      કર્યો છે તને 
હુઁ નથી અમૃત ઘાયલ કે નથી                     મેં એમ 
બરકત વીરાણી                        ચંદ્રને જોઇ ગગને 
શું ઉકાળવાનો કલમથી                      ચકોરી જેમ 
લીટા તાણી                    વલખે; મોર દેખી થનગને 
આમાં નથી પઇની                      ઢેલનું અંતર જેમ 
કમાણી                   વ્હાલા મારા મયુરનાં રંગો મને 
તેલ વગરની                       શાને જાગ્યો તને વહેમ
ઘાણી              ચળકાટ દ્રવ્યનો ખુશી દઇ જશે મને  
પ્રાણી              સુખાકારી મારી તો કેવળ ચિત્ર તારું
હુઁ ભાગળનું                        સદા રહેશે જેમ નું તેમ
તું રાણી                  મારા અંતરપટે તારુ ઉજિયારું 
વિચાર આગળનું                        છો ને હો બેરહેમ 
મળશે પાણી                      નભ; નિમ્ન ના વિચારું 
સંગ કોરું પરાઠું કાગળનું                     મારી છે નેમ
બનશે રાજરાણી                        તવ સુમુખ પ્યારું
પછી ગાડું તે જ લાગશે ગળનું                    હો ક્ષેમ 
ભરી લાવશે કો'અદાણી                       એ જ મારું   
કે અંબાણી, મઢેલું સોનેરી કાગળનું                  હેમ 

4 comments:


  1. માઇનસ નાં ખાડા માં જન્મેલા અને જવાની સુધી લગાતાર મુફલિસીમાં જ જીવેલા મોરલાનું માનસિક બંધારણ હવે એટલી હદે નેગેટીવ છે કે એ માની નથી શકતો એની લાઇફ માં કદી સારા દિવસો પણ આવી શકે ! 
    કુદરતે આપેલી રંગોની વિલક્ષણ કળાઓ વડે મોરલાએ એક ભોળી ઢેલડી ને પટાવી તો લીધી છે, પણ પોતે ભલીભાંતિ જાણે છે કે કળાઓથી આગળ પોતાની પાસે બીજુ કાંઇ વિશેષ છે નહિ કે જેનાથી ઢેલડીને એક સુખમય જીન્દગી આપી શકાય. શોર્ટકટ ના કોઇ રસ્તા એને ફાવતાય નથી ને કરવાય નથી. મોરલા ની અંદર ગિલ્ટ છે કે એક રુપાળી ઢેલનું ઉજ્જવળ ભાવિ પોતે ખરાબ કરી રહ્યો છે. ઘની નકારાત્મકતા અને ભાવિશૂન્યતા છે એની અંદર જે એને આગળનું સ્ટેપ લેતા રોકે છે, તે ઢેલને અન્ય વિકલ્પ આપે છે.

    પરંતુ...ઢેલડી અડીખમ છે. એને તો એના મોર નો સંગાથ જ એનું ખરુ સુખ,, કટિબધ્ધ છે એ પ્રિયતમને ગમે તેવા સંજોગોમાં પણ સંપૂર્ણ સાથ દેવા. પીછેહઠ અને નકારાત્મકતા એના સ્વભાવમાં નથી, એને સંપૂર્ણ વિશ્વાસ છે કે જીન્દગી ના દિવસો બધા એકસમાન નથી હોતા. "ભોલે મુસાફીર ઇતના તો જાન, કે દિન સારે હોતે નહીં એક સમાન." ઢેલની સોલીડ સકારાત્મકતા ડગુમગુ મોર ને સ્થિરતા બક્ષે છે. સમય વીતતા મોરલાનો પુણ્યોદય થાય છે, કુદરત ની મ્હેર વર્ષે છે એની ઉપર..અને સમૃદ્ધિ આવે છે. ઢેલડી નાચી રહી છે, એ તો મુફલિસીમાંય નાચતી હતી, કારણકે અપાર શ્રદ્ધા હતી એને દયાળુ કુદરત પર. મોર તો જાણે હજીયે સપનું જોઇ રહ્યો છે ! 

    ReplyDelete
  2. kavita jetli sari chhe etlu j tenu description bhi...........

    ReplyDelete
  3. અજીબ ફોર્મેટ છે બાપુ !!
    શબ્દો ની લાજવાબ કરામત

    ReplyDelete