Wednesday 10 August 2016

મિત્ર સૌ...


મિત્ર સૌ બોદા નીકળશે શી ખબર  ***
જીભથી મોટા નીકળશે શી ખબર

ચામથી અખરોટ જેવા લાગતાં
હામથી પોચા નીકળશે શી ખબર

એક સાથે ચાલતાં શરુઆતમાં
પંથમાં નોખા નીકળશે શી ખબર

મન ટહુક્યું જોઇને જે વાદળો 
ધુમ્રનાં ગોટા નીકળશે શી ખબર

ના કદી ફળ્યા મને લીધા પછી 
શૅરનાં સોદા નીકળશે શી ખબર 

તેલ દૈ દૈ મગફળી ભેગી કરી
રિક્ત એ ફોફા નીકળશે શી ખબર

સોગમાં દિવસે સુતેલું કૂતરુ
રાતમાં રોવા નીકળશે શી ખબર

ભરબપોરે ધોમધખતા સુર્યને 
સાંજનાં સોજા નીકળશે શી ખબર

પુસ્તકો મારા એ ગોઠવતી હતી 
આપના ફોટા નીકળશે શી ખબર 

પેટ મારૂ ખોલતાં પીએમમાં 
સેવ ખમણ લોચા નીકળશે શી ખબર

2 comments:

  1. it's a તરહી ગઝલ...
    મત્લાની પહેલી starred લાઇન શ્રી ચીનુ મોદીની છે, જેની ઉપરથી આખી રચના મેં રચેલી છે.

    ReplyDelete
  2. too gud...
    pustako mara e gothvti hati
    aapna phota nikalshe shi khabar..

    awesome...

    ReplyDelete